અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન
મુખ્યમંત્રી ગૃહ યોજના
અરજી ફોર્મ નંબરઃ: L 1 OA
એલ.આઇ.જી. LIG Phase-I

મહત્વની સુચનાઃ-
(૧) રીઝર્વ કેટેગરીના અરજદારોએ પોતાની જાતિ અંગેના ગુજરાત રાજયના પ્રમાણપત્રની
પ્રમાણિત નકલ અરજી ફોર્મની સાથે ફરજિયાત સામેલ કરવાની રહેશે.
(૨) દિવ્યાંગજન(B/H) અરજદારોએ વિકલાંગતાનો લાભ મેળવવા (૪૦% કે તેથી વધુ
વિકલાંગતા અંગેનું) સિવિલ સર્જનના પ્રમાણપત્રની પ્રમાણિત નકલ અરજી ફોર્મની સાથે
ફરજિયાત સામેલ કરવાની રહેશે.
(૩) ફોર્મમાં ખોટી માહિતી ભરવાથી રદ થનાર ફોર્મ બાબતે અથવા રીફંડ બાબતે ઉદભવતા
પ્રશ્નોની સંપૂર્ણ જવાબદારી અરજદારની રહેશે. આથી તમામ વિગતો સાચી અને સ્પષ્ટ
ભરવી.
(૪) વ્યકિતદીઠ એક ફોર્મ ભરી શકાશે. એકથી વધુ ફોર્મ ભરેલ માલુમ પડશે તો તમામ
ફોર્મ/એલોટમેન્ટ રદ કરી ભરેલ ડીપોઝીટની પૂરેપૂરી રકમ જપ્ત કરવામાં આવશે.
(૫) ફોર્મની તમામ વિગતો ફરજીયાત ભરવાની રહેશે. અધૂરા ભરેલ ફોર્મ અમાન્ય રહેશે.

ખાસ નોંધ : સદર કામના બાંધકામની કામગીરી પૂર્ણ થયેલ છે. જેથી ડ્રોમાં આપને આવાસ ફાળવણી થયા બાદ નાણાં એકસાથે જમાં કરાવી વહેલાસર પઝેશન મેળવી શકાશે.




બધા અરજદારને લાગુ પડતી સામાજિક કેટેગરી ડિફેન્સ પર્સોનલ, અનુસુચિત જાતિ , અનુસુચિત જનજાતિ , બક્ષિપંચ જનરલ કેટેગરી પૈકી લાગુ પડતી એક જ કેટેગરી લખવી (ફરજીયાત)

નોંધ : દિવ્યાંગજનો એ દિવ્યાંગજન તથા જાતિ બંને ખાનામાં સિલેક્ટ કરવી ફરજિયાત છે.The rights of persons Disabilities Act-2016 અન્વયે Benchmark Disabilities ધરાવતા લાભાર્થીઓને Horizontal Reservation સંબંધિત જ્ઞાતિની કેટેગરીમાંથી ફાળવવામાં આવશે. Benchmark Disabilities અંગે (૪૦% કે તેથી વધુ વિકલાંગતા અંગેનું) સિવિલ સર્જનનું પ્રમાણપત્ર રજૂ કરવું ફરજિયાત છે.



૧) Name of Applicant (As per Aadhar Card) / અરજદારનું પુરું નામ (આધારકાર્ડ મુજબ) :

૨) Name of Wife/Husband (As per Aadhaar Card): / પત્ની/પતિનું નામ (આધારકાર્ડ મુજબ) :

(અ) Applicant's full address for correspondence (see condition no. 29) / અરજદારનું પત્ર વ્યવહાર માટેનું પુરું સરનામું (જૂઓ શરત નં.૨૯)*


(બ) Permanent address of the applicant / અરજદારનું કાયમી સરનામું*


(ક) Telephone number (home): / ટેલીફોન નંબર (ઘર):*
Place of Business/Organization/Office Phone No. / ધંધાનું સ્થળ/સંસ્થા/ઓફીસ ફોન નં*
(ડ) Mobile number (own) / મોબાઇલ નંબર (પોતાનો): *
Mobile numbers of other household members / ઘરના અન્ય સભ્યોના મોબાઇલ નં **
(ઈ) E-mail address (if any) /ઇ-મેલ એડ્રેસ (જો હોય તો)*
૩) Applicant's marital status / અરજદારનો વૈવાહિક દરજજો*
૪) Age of the applicant(See condition no. 21) / અરજદારની ઉંમર(જૂઓ શરત નં.૨૧)*
શરત નં. ૨૧) અરજી કરવાની અંતિમ તારીખ સુધીમાં અરજદારની ઉંમર ૧૮ વર્ષ પૂર્ણ થયેલ હોવી જરૂરી છે. ઉંમર અંગે કોઇ મુદ્દો ઉપસ્થિતથાય ત્યારે શાળા છોડયાનું પ્રમાણપત્ર અથવા જન્મનો દાખલો પૂરાવા રૂપે રજૂ કરવાનો રહેશે.

૫) Information about the house where the applicant currently resides / અરજદાર હાલ રહે છે તે મકાન અંગેની માહિતીઃ*









૬) Any two documents are required, one for residential proof and one for identity proof. (One document must show a photograph and the other document must show the residential address.) As per the above, you should tick (√) both the documents in the boxes below and also write their numbers. (As per condition no. 29)*

રહેણાંક પૂરાવા માટેનો એક તથા ઓળખના પૂરાવા રૂપે એક એમ કોઇ પણ બે પૂરાવા હોવા જરૂરી છે. (એક પૂરાવો ફોટો દર્શાવતો હોવો ફરજીયાત છે અને બીજો પૂરાવો રહેણાંકનું સરનામું દર્શાવતો હોવો ફરજીયાત છે.) ઉપર મુજબ આપે બંને પૂરાવા નીચેના ખાનામાં (√) ટીક કરી તથા તેના નંબર પણ લખવા.(શરત નં.૨૯ મુજબ)*

મતદાન ઓળખપત્ર નં. (ફરજીયાત)
ડ્રાઇવીંગ લાયસન્સ નં.
આધાર કાર્ડ નંબર (ફરજીયાત)
ઇન્કમટેક્ષ પાન કાર્ડ
રેશન કાર્ડ નં.
સરકારી/ અર્ધસરકારી કર્મચારી તરીકેનું ઓળખકાર્ડ નં.
લાઇટબીલ/ ટેક્ષ બીલ નં.

શરત નં. ૨૯) અરજદારે અરજીપત્રકમાં સૂચવેલ કુલ-૭ (સાત) વિકલ્પો પૈકી ૧ (એક) ફોટો દર્શાવતા (પતિ તેમજ પત્નીના આધારકાર્ડની નકલ) અને ૨ (બીજું) રહેઠાણનું સરનામું દર્શાવતા એમ બંને અંગેના પૂરાવા માટેની પ્રમાણિત નકલ આપવી ફરજીયાત છે.


૭) Details of applicant's family members: (See condition no. 4 and condition no. 39) Mandatory*
અરજદારનાં કુટુંબના સભ્યોની વિગતઃ (જુઓ શરત નં.૪ અને શરત નં.૩૯) ફરજીયાત*

અ.નં. આધારકાર્ડ મુજબનું પૂરૂં નામ આધાર કાર્ડ નંબર ઉંમર અરજદાર સાથેનો સંબંધ
1
2
3
4
5
6
શરત નં. ૩૯) અરજદારે કુટુંબના સભ્યોની વિગતમાં જેટલા સભ્યોના નામ હોય તે તમામના આધાર કાર્ડની નકલ ફરજીયાત સામેલ કરવાની રહેશે.

૮) Applicant's bank account details:- (If necessary, take guidance from your bank official)*
અરજદારના બેંક ખાતાની વિગતઃ- (જરૂર જણાય તો આપની બેંકના અધિકારીશ્રીનું માર્ગદર્શન લેવું)*

બેંકનું નામઃ
ખાતા નંબરઃ
બ્રાંચઃ
IFSC Code:
MICR Code:

૯) Annual family income of all family members Rs./ કુટુંબના તમામ સભ્યોની મળીને કુટુંબની વાર્ષિક આવક રૂા* (જુઓ શરત નં.૪)
*

શરત નં. ૪) કુટુંબના તમામ સભ્યોની મળીને કુટુંબની કુલ વાર્ષિક આવક રૂા.૩,૦૦,૦૦૦/- થી વધુ અને રૂા.૬,૦૦,૦૦૦/- થી ઓછી હોવી જોઇએ. આ યોજના માટે જયાં જયાં કુટુંબનો ઉલ્લેખ કરાયેલ છે. ત્યાં કુટુંબ એટલે પોતે,પોતાની પત્ની પતિ, તથા તેમના અપરણીત બાળકો.કુટુંબનો પુખ્ત વયનો સભ્ય ભારતદેશમાં પાકુ મકાન કે જમીનનો પ્લોટ ન ધરાવતો હોય તો તેનો વૈવાહિક દરજજો ધ્યાને લીધા વગર સદર આવાસ મેળવવા હકદાર છે.અરજદારે વાર્ષિક આવકનું પ્રમાણપત્ર અરજી કરેલ હોય તે નાંણાકીય વર્ષનું અથવા ફાળવણી પત્ર અપાયેલ હોય તે નાંણાકીય વર્ષનું રજુ કરવાનું રહેશે.

૧૦) Full name of the nominee of the heir / વારસદારનું નોમીનીનું પુરૂં નામ

*
*
*
સરનામું*

Relationship with heir/nominee/applicant (if any) / વારસદાર/નોમિની/અરજદાર સાથેનો સંબંધ (જો હોય તો)

૧૧) State the priority of the applicant's preferred location / અરજદારના પસંદગીના સ્થાનની અગ્રિમતા ક્રમાનુસાર જણાવવી.*
(જયાં આવાસ બનાવવાના છે તેવા જુદા જુદા સ્થાનો માટેની યાદી માટે જુઓ પરિશિષ્ટ-૧)

અ.નં. યોજનાનો કોડ (અવશ્ય લખાવો) પસંદગીના સ્થાનનું નામ

પરિશિષ્ટ-૧


૧૨. Upload Document(Income Certificate) / અપલોડ દસ્તાવેજ (આવક પ્રમાણપત્ર) :*

(Supported extension .jpg, .jpeg, .png, .pdf. Maximum size allowed is 1 MB)


૧૩. Upload Document(Cast Certificate) / અપલોડ દસ્તાવેજ (જાતિ પ્રમાણપત્ર):*
Certificate No.

(Supported extension .jpg, .jpeg, .png, .pdf. Maximum size allowed is 1 MB)


૧૪. Upload Document(ID Proof) / અપલોડ દસ્તાવેજ (ઓળખ પુરાવો) : *
Certificate No.

(Supported extension .jpg, .jpeg, .png, .pdf. Maximum size allowed is 1 MB)


૧૫. Upload Document(Aadhar Card Copy) / અપલોડ દસ્તાવેજ (આધાર કાર્ડ નકલ): *
Certificate No.

(Supported extension .jpg, .jpeg, .png, .pdf. Maximum size allowed is 1 MB)


૧૬. Upload Document(Proof of residence) / અપલોડ દસ્તાવેજ (રહેઠાણ માટેનો પુરાવો): *

(Supported extension .jpg, .jpeg, .png, .pdf. Maximum size allowed is 1 MB)


૧૭. Upload Document(Blank cancelled bank check copy) / અપલોડ દસ્તાવેજ (ખાલી રદ ચેક નકલ): *

(Supported extension .jpg, .jpeg, .png, .pdf. Maximum size allowed is 1 MB)


૧૮. Upload Document(Sogand Naamaa) / અપલોડ દસ્તાવેજ (સોગંદ નામા નકલ) : *

(Supported extension .jpg, .jpeg, .png, .pdf. Maximum size allowed is 1 MB)


૧૯. Upload Document(Benchmark Disabilities) / અપલોડ દસ્તાવેજ (સિવિલ સર્જનનું પ્રમાણપત્ર) : *

(Supported extension .jpg, .jpeg, .png, .pdf. Maximum size allowed is 1 MB)


૨૦. Upload Document(Upload Photo ) / અપલોડ દસ્તાવેજ (ફોટો અપલોડ કરો) : *

(Supported extension .jpg, .jpeg, .png Maximum size allowed is 1 MB)


૨૧. Upload Document(Upload Signature) / અપલોડ દસ્તાવેજ (સહી અપલોડ કરો) : *

(Supported extension .jpg, .jpeg, .png Maximum size allowed is 1 MB)


૨૨) Details of the deposit to be paid with the application / અરજી સાથે ભરવાની ડીપોઝીટની વિગતઃ-
(અ) રકમ રૂા.૨૦,૦૦૦/- (વીસ હજાર પૂરા)

યોજનાની તમામ વિગતો તથા શરતો મેં વાંચેલ છે. જે મને કબૂલ મંજૂર છે. હું બાંહેધરી આપું છું કે મારા તથા મારા કુટુંબના કોઇ પણ સભ્યના નામે ભારત દેશમાં કોઇ પણ સ્થળે તેમનું મકાન અથવા જમીનનો પ્લોટ હશે અને આ મુદ્દે જો કોઇ ખોટી રજુઆત કરાયેલી હોવાનું ધ્યાનમાં આવશે તો એલોટમેન્ટ રદ થશે અને ભરેલ ડીપોઝીટની પૂરેપૂરી રકમ જપ્ત કરવામાં આવશે જે મને કબૂલ મંજૂર છે અને રહેશે તથા આ યોજનાનાં અનુસંધાને મકાન મેળવવાના “ડ્રો” માં સફળ થયા બાદ અમ.મ્યુનિ.કોર્પોરેશન જયારે પણ આગળની ભરવાપાત્ર રકમ ભરવાનું જણાવે,તે રકમ ભરવા હું તૈયાર છું અને જો આ રકમ જણાવવામાં આવેલ સમય મર્યાદાની અંદર ભરવામાં હું નિષ્ફળ જઇશ તો આ અરજી સાથે ભરેલ રકમ જપ્ત થશે અને તેથી ફાળવણી પણ રદ થશે. જે મને કબૂલ મંજૂર છે અને રહેશે.

અરજદારની સહી

યોજનાની વિગતો
૧) યોજના અંતર્ગત આવાસો અંદાજે ૪૫.૦૦ ચો.મી.કારપેટ એરીયા (૫૩.૮૦ ચો.વાર) અને બીલ્ટઅપ ૫૨.૦૦ થી ૫૩.૦૦ ચો.મી.એટલે કે (૬૨.૧૬ થી ૬૩.૩૬ ચો.વાર) ના બાંધકામવાળા થશે.જે અંશતઃ ફેરફારને પાત્ર રહેશે.
૨) સદર મકાનો લાભાર્થીને રૂ.૧૦.૫૦ લાખમાં ફાળવવામાં આવશે.
૩) PMAY ના ચાર ઘટક જેવા કે AHP (એફોર્ડેબલ હાઉસીંગ પ્રોજેકટ),BLC(બેનીફીશીયરી લીડ કન્સ્ટ્રકશન), CLSS(ક્રેડીટ લીન્ક સબ સીડી),ISSR (ઈન સીટુ સ્લમ રીહેબીલીટેશન)માંથી કોઈપણ એક જ ઘટકમાં સહાય મળવાપાત્ર છે. ઉપરોકત ચાર ઘટક પૈકી કોઈપણ ઘટકમાં તથા મુખ્યમંત્રી ગૃહ યોજના(MMGY)માં લાભ મેળવેલ ન હોય તે જ ફાળવણીને પાત્ર રહેશે તથા જો એવુ માલુમ પડશે કે અરજદારે સુચવેલ લાભ મેળવેલ છે તો સદર ફાળવેલ આવાસની ફાળવણી અ.મ્યુ.કો. દ્વારા રદ કરવામાં આવશે.
૪) મેન્ટેનન્સ ડીપોઝીટ પઝેશન લેતા રૂા.૫૦,૦૦૦/- અલગથી ભરવાની રહેશે.
૫) પાયાની તમામ સગવડો જેવી કે પાણી પુરવઠો/ગટરલાઇનની સુવિધા પુરી પાડવામાં આવશે. અ.મ્યુ.કોર્પો. દ્વારા પુરી પાડવામાં આવતી સેવાઓ સિવાયની સુવિધા માટેનો ખર્ચ લાભાર્થીએ ભોગવવાના રહેશે.
૬) આંગણવાડી/આરોગ્ય કેન્દ્ર/તાલીમ કેન્દ્ર(ઉમ્મીદ) બાળકો માટે ક્રિડાંગણ જેવી સુવિધાઓ માપદંડ મુજબ વધારે આવાસો હોય ત્યાં આપવામાં આવશે.
૭) અન્ય કોઇ લીગલ ચાર્જ કે તેનાં આનુષાંગિક ખર્ચાઓ લાભાર્થીએ ભરવાના/ભોગવવાનો રહેશે.

અરજીપત્ર રજૂ કરતી વખતે દરેક અરજદારે પોતાના બેંક એકાઉન્ટનો કેન્સલ કરેલ ચેક / બેંક એકાઉન્ટની પાસબુકના પ્રથમ પાનાની ઝેરોક્ષ નકલ રીઝર્વ કેટગરીના અરજદારોએ પોતાની જાતિ અંગેના ગુજરાત રાજયના પ્રમાણપત્રની પ્રમાણિત નકલ તથા વિકલાંગતાનો લાભ ઇચ્છતા અરજદારે (૪૦% કે તેથી વધુ વિકલાંગતા અંગેનું) સીવીલ સર્જનનું પ્રમાણિત સર્ટીફીકેટ ફરજીયાત સામેલ કરવાનું રહેશે. જયારે અરજદાર સફળ થાય ત્યાર બાદ અમ.મ્યુનિ.કોર્પોરેશન જે દસ્તાવેજી પૂરાવા માંગે તે તમામ દસ્તાવેજો અરજદારે ફરજીયાતપણે સમય મર્યાદામાં ૨જૂ ક૨વાના રહેશે.

શરતો
૧) અરજદારે અરજી ફોર્મ સાથે ડીપોઝીટની રકમ રૂા.૨૦,૦૦૦/- (રૂપીયા વીસ હજાર પૂરા) ભરવાના રહેશે.
૨) મકાનની કુલ કિંમતના ઓછામાં ઓછા ૨૦% ૨કમ (અરજી સાથે ભરપાઇ કરેલ ડીપોઝીટ બાદ કરતાં બાકીની રકમ) “ડ્રો” માં સફળ થયા બાદ અમ.મ્યુનિ.કોર્પોરેશન જણાવે ત્યારે અરજદારે ત્રણ માસમાં અચૂકપણે ભરવાની રહેશે.ત્યારબાદ બાકી રહેતી ૮૦% રકમના એક સરખા દસ(૧૦) હપ્તા (અંદાજે એક વર્ષમાં તમામ ૮૦% રકમ થાય તે રીતે) સમયાંતરે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જમાં કરાવવાના રહેશે.તે ઉપરાંત છેલ્લા હપ્તા સાથે મેન્ટેનન્સ ડીપોઝીટ તથા અન્ય ચાર્જીસ પણ ભરપાઇ કરવાના રહેશે. અરજદાર દ્વારા ૨૦% રકમ જે બેંકમાં ભરેલ હોય તે જ બેંકમાં બાકીના ૮૦% રકમ ભરવાની રહેશે.
૩) મકાનની નક્કી થયેલ પૂરેપૂરી કિંમત ભરપાઇ થયા બાદ જ દસ્તાવેજી પ્રક્રિયા પૂર્ણ થયેથી અરજદારને તેમને ફાળવવામાં આવેલ મકાનનો કબજો સોંપવામાં આવશે.
૪) કુટુંબના તમામ સભ્યોની મળીને કુટુંબની કુલ વાર્ષિક આવક રૂા.૩,૦૦,૦૦૦/- થી વધુ અને રૂા.૬,૦૦,૦૦૦/- થી ઓછી હોવી જોઇએ. આ યોજના માટે જયાં જયાં કુટુંબનો ઉલ્લેખ કરાયેલ છે. ત્યાં કુટુંબ એટલે પોતે,પોતાની પત્ની પતિ, તથા તેમના અપરણીત બાળકો.કુટુંબનો પુખ્ત વયનો સભ્ય ભારતદેશમાં પાકુ મકાન કે જમીનનો પ્લોટ ન ધરાવતો હોય તો તેનો વૈવાહિક દરજજો ધ્યાને લીધા વગર સદર આવાસ મેળવવા હકદાર છે.
૫) અરજી પત્રક ઉપર ફોટો ફરજીયાત અપલોડ કરવાનો રહેશે.
૬) વિનિયમો મુજબ આરક્ષિત કેટેગરી માટે મકાનો ફાળવવા નીચે મુજબ આરક્ષણ ફાળવવામાં આવેલ છે. કેટેગરી અંગેનું પ્રમાણપત્ર અમ.મ્યુનિ.કોર્પોરેશનમાં મંગાવે ત્યારે મૂળ સ્વરૂપે (અસલ) ૨જૂ ક૨વાનું રહેશે.

જૂથ ટકાવારી પ્રમાણપત્ર
ડીફેન્સ 10% સેક્રેટરી, જીલ્લા સૈનિક બોર્ડ/જીલ્લા સૈનિક કલ્યાણ કચેરી જીલ્લા સૈનિક કલ્યાણ અને પુર્નવસવાટ દ્વારા અપાયેલુ પ્રમાણપત્ર
અનુસૂચિત જાતિ 7% નિયત થતાં ગુજરાત રાજયના સરકારી અધિકારીશ્રી દ્વારા અપાયેલ પ્રમાણપત્ર
અનુસૂચિત જનજાતિ 14%
સામાજિક અને આર્થિક રીતે પછાત (બક્ષી પંચ) 10%
અંધજન અપંગ, માનસીક વિકલાંગતાને અગ્રીમતા રહેશે (HORIZONTAL RESERVATION) 5% સિવિલ સર્જન દ્વારા અપાયેલ ૪૦% કે તેથી વધુ વિકલાંગતા અંગેનું પ્રમાણપત્ર

નોંધઃ વિકલાંગતા ધરાવતા વ્યકિતઓના અધિકારો માટેનો અધિનિયમ ૨૦૧૬ મુજબ “વિકલાંગતા ધરાવતી વ્યકિત” એટલે કે એવી વ્યકિત જેને લાંબા સમયથી શારીરિક, માનસીક, બૌધ્ધિક અને સંવેદનાકીય ક્ષતિ કે ખામી છે જે અવરોધોને પ્રતિક્રિયા આપવામાં અને સમાન રીતે સમાજમાં અન્યો સાથે તેમની પુર્ણ અને અસરકારક ભાગીદારીમાં અવરોધરૂપ બને છે. આવા લાભાર્થીઓનો સમાવેશ અંધજન/અપંગ (૪૦% કે તેથી વધુ વિકલાંગતા ધરાવતા ધરાવતા વ્યકિતઓ)ની કેટેગરીમાં કરવામાં આવશે. પરંતુ તે અંગે વખતોવખતના સુધારાઓ લાગુ પડશે. આ બાબતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો નિર્ણય આખરી ગણાશે.

૭) ડીફેન્સ પર્સોનલ, અનુસુચિત જાતિ, અનુસુચિત જનજાતિ,બક્ષીપંચ અને જનરલ કેટેગરીનાં Benchmark Disability ધરાવતા દિવ્યાંગજનોને ૫% Horizontal Reservation આપવામાં આવશે. તે અંગે સક્ષમસત્તાનો નિર્ણય આખરી રહેશે.
૮) આરક્ષણ કેટેગરીમાં સમાવિષ્ટ અરજદારે પોતાની જાતિ અંગેની સાચી વિગત કાળજીપૂર્વક ભરવી. ખોટી કેટેગરી દર્શાવીને અરજી કરનારનું ફોર્મ આપો આપ ૨દ થયેલું ગણાશે. ખોટી કેટેગરી બતાવીને જે- તે કેટેગરીનો લાભ લેવો તે ફોજદારી ગુનો બને છે.
૯) અરજદાર પતિ-પત્ની અલગ-અલગ જાતિના હોય તેવા કેસમાં જેના નામે અરજી કરવામાં આવેલ હશે તેની જ જાતિ અંગેનો પૂરાવો માન્ય રાખવામાં આવશે.
૧૦) આરક્ષણ કેટેગરીમાં જાતિ આરક્ષણ મેળવવા માટે ગુજરાત રાજય સિવાય બહારના રાજયનું જાતિ પ્રમાણપત્ર માન્ય રાખી શકાતું નથી.આવા અરજદારોએ તેમના ગુજરાતમાં થયેલા અધિકૃત વસવાટના સમયગાળાને ધ્યાનમાં લઇ તેઓ તે સમયગાળા મુજબ જાતિ પ્રમાણપત્ર મેળવવાની યોગ્યતા ધરાવતા હોય તો ગુજરાત રાજયનાં સંબંધિત સક્ષમ અધિકારીશ્રીનું પ્રમાણપત્ર મેળવી લેવાનું રહેશે. તેથી, જો તેવું પ્રમાણપત્ર રજૂ કરવામાં નહિં આવે તો અરજી ફાળવણી રદ કરવામાં આવશે.
૧૧) આરક્ષિત કેટેગરીમાં પૂરતી અરજી ન આવે તો તેના કવોટા અન્ય આરક્ષિત કેટેગરીમાં તબદીલ થશે અને તેમાં પણ અરજીઓ ન આવે તો તેવો ખાલી રહેતા કવોટા જનરલ કેટેગરીમાં તબદીલ કરાશે. આ બાબતે અમ.મ્યુનિ. કોર્પોરેશનનો નિર્ણય આખરી ગણાશે.
૧૨) મકાનોની ફાળવણી “કોમ્પ્યુટર - ડ્રો” થી કરવામાં આવશે. “ડ્રો” ના અંતે મકાનની ફાળવણી ન થયેલ હોય તેવી અરજીઓ સાથે આપવામાં આવેલ ડીપોઝીટની રકમ અરજદારે સૂચવેલ બેંક ખાતામાં વિના વ્યાજે જમા આપવામાં આવશે.
૧૩) લોન અપાવવા અંગેની કોઇ જ જવાબદારી અમ.મ્યુનિ.કોર્પોરેશનની રહેશે નહિં.અત્રેથી એમપેનલ કરવામાં આવનાર બેંકો પાસેથી લોન મેળવતી વખતે ટ્રાઇપાર્ટી એગ્રીમેન્ટ કરવાનો રહેશે. આ સિવાયની બેંકો પાસથી લોન મેળવવા જરૂરી પુરાવા અમ.મ્યુનિ.કોર્પોરેશન તરફથી અરજદારની માંગણીના અનુસંધાને નિયત ચાર્જ લઇને પૂરા પાડવામાં આવશે. લોનનાં તમામ કેસોમાં લોન મેળવવા માટે થતો તમામ ખર્ચ અરજદારે ભોગવવાનો રહેશે.
૧૪) અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નિમણુંક કરવામાં આવેલ એન.જી.ઓ. મારફતે આ યોજનાનો લાભાર્થીઓ દ્વારા ફરજીયાત પણે એસોસીએશન રચવાનું રહેશે. અ.મ્યુ.કોર્પો.જણાવે ત્યારે સઘળી આંતરિક સુવિધાઓ જેવી કે પાણી પુરવઠો,ગટર,સ્ટ્રીટલાઇટ,રસ્તા,લીફટ વિગેરે સુવિધાઓ તેમના એસોસીએશને સંભાળી લેવાની રહેશે.
૧૫) આ યોજનાના લાભાર્થીઓ દ્વારા એસોસીએશનના નામનું બેંકમાં ખાતું ખોલવવાનું રહેશે. અમ.મ્યુનિ. કોર્પોરેશન દ્વારા મકાનની સાથે વસૂલવામાં આવેલ મેન્ટેનન્સ ડીપોઝીટની રકમ સામાન્ય સુવિધાઓ તબદીલ કરતી વેળાએ જ એસોસીએશનના બેંક ખાતે જમા કરાવવામાં આવશે.જે ૨કમમાંથી સમગ્ર વસાહતની સામાન્ય સુવિધાઓ મરામત/નિભાવની જરૂરી વ્યવસ્થા જે-તે એસોસીએશન દ્વારા જ કરવાની રહેશે.
૧૬) લાભાર્થીએ આ આવાસ યોજનાના એસોશીએશન/મંડળીના સભ્ય ફરજીયાત થવાનું રહેશે તથા તેના તમામ નિતિનિયમોનું પાલન કરવાનું રહેશે.
૧૭) અરજદારે ફોર્મ ભરતા પહેલા તેઓ જે યોજનામાં ખાલી રહેલ મકાન માટે અરજી કરવા ધરાવતા હોય તેવા ખાલી મકાનોની મુલાકાત સ્વખર્ચ કરી લેવાની રહેશે.મકાનની ફાળવણી થઇ ગયા બાદ આ બાબતે કોઇપણ પ્રકારની વાદવિવાદ ચલાવી લેવામાં આવશે નહિ.
૧૮) તમામ લાભાર્થીઓએ અનુક્રમ નંબર ૬ અને ૭ માં આધાર કાર્ડની વિગત ભરવી ફરજીયાત રહેશે.
૧૯) અમ.મ્યુનિ.કોર્પોરેશન ની જમીન ઉપર ખૂબ જ રાહતદરે આ આવાસ યોજના હાથ ધરવામાં આવેલી હોઇ ફાળવણીના સાત (૭) વર્ષ સુધી પોતાને ફાળવવામાં આવેલ મકાન અન્ય કોઇપણને તબદીલ કરી શકાશે નહિ તથા ભાડે આપી શકાશે નહિં.
૨૦) શરત ક્રમાંક ૪ થી વ્યાખ્યાયિત કરેલ કુટુંબના કોઇપણ સભ્યના નામે ભારત દેશમાં કોઇપણ સ્થળે તેમનું મકાન અથવા જમીનનો પ્લોટ હોવો જોઇએ નહીં. આ મુદ્દે જો ખોટી રજુઆત કરાયેલી હોવાનું ધ્યાનમાં આવશે તો એલોટમેન્ટ રદ કરીને ભરેલ ડીપોઝીટની પૂરેપૂરી રકમ જપ્ત કરવામાં આવશે.
૨૧) અરજી કરવાની અંતિમ તારીખ સુધીમાં અરજદારની ઉંમર ૧૮ વર્ષ પૂર્ણ થયેલ હોવી જરૂરી છે. ઉંમર અંગે કોઇ મુદ્દો ઉપસ્થિતથાય ત્યારે શાળા છોડયાનું પ્રમાણપત્ર અથવા જન્મનો દાખલો પૂરાવા રૂપે રજૂ કરવાનો રહેશે.
૨૨) વ્યક્તિદીઠ એક જ ફોર્મ ભરી શકાશે. ફોર્મમાં પસંદગીના સ્થાન દર્શાવવાની જગ્યાએ જુઓ (ફોર્મનું ખાનું નં.૧૧) આપની પસંદગીની અગ્રિમતા અનુસારના ક્રમ દર્શાવવાના રહેશે. આ પસંદગીવાળી કોઇપણ જગ્યાએ કોઇ પણ માળે આવેલું કોઇ પણ આવાસ ફાળવવામાં આવશે તેને માન્ય રાખવાનું રહેશે.
૨૩) ફાળવવામાં આવેલ આવાસોનું લાભાર્થી દ્વારા પત્ની તથા પતિના સંયુકત નામે સ્ટેમ્પ ડ્યુટી રજીસ્ટ્રેશન (દસ્તાવેજ) કરાવવાનું રહેશે. જેનો ખર્ચ અરજદારે/લાભાર્થીએ ભોગવવાનો રહેશે.
૨૪) સંયુકત નામે અરજી કરી શકાશે નહી. કોઇપણ સંસ્થા/પેઢી/ટ્રસ્ટ/ HUF કે કંપનીના નામે પણ અરજી કરી શકાશે નહી. વ્યકિતદીઠ માત્ર ને માત્ર એક જ અરજી કરી શકાશે તથા એક કુટુંબ એક જ આવાસ મેળવવા હકદાર રહેશે.
૨૫) અરજદારે પસંદગીના જેટલા સ્થાનોની અગ્રીમતા દર્શાવેલ હશે તેના બદલે અન્ય સ્થાન પર ફાળવણી થયેલ હશે તો તેવા કેસમાં લાભાર્થી દ્વારા ફાળવણી રદ કરવા અરજી કરવામાં આવશે તો ભરેલ પૂરેપૂરાં નાણાં પરત કરવામાં આવશે.
૨૬) લાભાર્થીને વેઇટીંગવાળું એલોટમેન્ટ મળેલ હોય તે કેસમાં ફાળવણી કેન્સલ કરાવવા અરજી કરેથી ભરેલ ડીપોઝીટ પૂરેપૂરી પરત મળી શકશે.
૨૭) લાભાર્થીનું અવસાન થાય અને જો તેમના વારસદારો મકાન મેળવવા ઇચ્છે તો તેઓના કાયદેસરના (સીધી લીટીના) વારસદારોને ફાળવવામાં આવશે. આવા વારસદારના કેસમાં જે નવું કુટુંબ અસ્તિત્વમાં આવશે તેની આવકની મર્યાદા જળવાતી નહિ હોય તો પૂરેપૂરી રકમ પરત કરવામાં આવશે. ભરેલ ડીપોઝીટ પરત માંગવામાં આવશે તો સીધી લીટીના વારસદારોને ડીપોઝીટ પરત કરવામાં આવશે.
૨૮) “ડ્રો” માં સફળ થયેલ અરજદાર જો ઉપરોકત ૨૪, ૨૫ અને ૨૬ વાળા કારણો સિવાય ફાળવણી રદ્દ કરવા વિનંતી કરે તો આ ભરેલ ડીપોઝીટની ૫૦% રકમ જપ્ત કરી પ૦% રકમ રીફંડ મળશે.
૨૯) અરજદારે અરજીપત્રકમાં સૂચવેલ કુલ-૭ (સાત) વિકલ્પો પૈકી ૧ (એક) ફોટો દર્શાવતા (પતિ તેમજ પત્નીના આધારકાર્ડની નકલ) અને ૨ (બીજું) રહેઠાણનું સરનામું દર્શાવતા એમ બંને અંગેના પૂરાવા માટેની પ્રમાણિત નકલ આપવી ફરજીયાત છે.
૩૦) અરજદારે આવક માટે પગાર સ્લીપ (સરકારી/અર્ધસરકારી), મામલતદારનું પ્રમાણપત્ર, રાજય સરકારનાં અધિકૃત અધિકારીશ્રીનું પ્રમાણપત્ર રજૂ કરવું ફરજીયાત છે.
૩૧) અરજદારે પસંદગીના જે વૈકલ્પિક સ્થાનો માટેની રજુઆત કરી છે તે સ્થાન ઉપર કોઇપણ માળે મકાન ફાળવવામાં આવશે. તે ફાળવાયેલ મકાન સિવાય અન્ય સ્થાને કે માળે ટ્રાન્સફર કરી આપવાની કોઇ માંગણી ગ્રાહય રાખવામાં આવશે નહીં.
૩૨) મકાનનું પઝેશન સોંપી દીધા બાદ આંતિરક તેમજ બાહય દિવાલોમાં તેમજ સ્ટ્રકચરમાં કોઇપણ પ્રકારનો ફેરફાર કરવાનો રહેશે નહીં.
૩૩) આ યોજનામાં સંજોગોવશાત ”ડ્રો”થયા પહેલા કે ”ડ્રો” થયા બાદ તેને મુલતવી રાખવાનો અમ.મ્યુનિ.કોર્પોરેશનને અબાધિત અધિકાર છે અને રહેશે.
૩૪) અરજદારે વર્તમાનપત્રમાં દર્શાવેલ વેબસાઇટ પર ફોર્મ ઓનલાઇન ભરી સબમીટ કરવાનું રહેશે. તે સાથે જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે તથા ફી સુચના મુજબ ભરવાની રહેશે.
૩૫) સદર જાહેરાતની વિગત તથા ફોર્મ અમ.મ્યુનિ.કોર્પોરેશનની વેબસાઇટ www.ahmedabadcity.gov.in ઉપર ઉપલબ્ધ રહેશે. આ ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તા…../……/૨૦૨૫ રહેશે. ત્યારબાદ કોઇપણ એનલાઇન અરજીપત્રક કે વિનંતી પત્ર સ્વીકારવામાં આવશે નહિ.
૩૬) અરજદારે અરજીપત્રકમાં જણાવેલ પ્રથમ ક્રમાંકવાળા મોબાઇલ નંબર ઉપર “ડ્રો” અંગેની જાણકારી એસ.એમ.એસ.થી મોકલવામાં આવશે.
૩૭) અરજદાર ડ્રો માં સફળ થાય તેથી મકાન ફાળવણી અંગે તેનો હક્ક થતો નથી પરંતુ મ્યુનિસિપલ કોર્પોરેશનના આ અંગેના નિયમોનુસાર અધિકૃત હશે તે અને જરૂરી રકમો આપેલ મુદ્દતમાં ભરેલ હશે તો તેઓની અરજી મકાન ફાળવણી માટે વિચારવામાં આવશે.
૩૮) અરજદારે પોતાને લાગુ પડતી કેટેગરી નું જ ફોર્મ ભરવાનું રહેશે. તેની કેટેગરી સિવાયનાં ભરેલ ફોર્મ આપોઆપ રદ થવાને પાત્ર છે.
૩૯) અરજદારે કુટુંબના સભ્યોની વિગતમાં જેટલા સભ્યોના નામ હોય તે તમામના આધાર કાર્ડની નકલ ફરજીયાત સામેલ કરવાની રહેશે.
૪૦) કોઇપણ યોજનામાં પઝેશન આપવાની પ્રક્રિયા ચાલુ થયા બાદ વધુમાં વધુ છ માસ સુધીમાં લાભાર્થી દ્વારા સંપૂર્ણ નાણાં ભરેલ ન હોય તો ફાળવેલ આવાસ રદ થશે.(વેઇટીંગના લાભાર્થીઓને લાગુ પડતું નથી.)
૪૧) સદર યોજના અંતર્ગત કોઇ પણ વિસંગતતા ઉપસ્થિત થશે તો તે બાબતે મ્યુનિ.કમિશ્નરશ્રી અમદાવાદનો નિર્ણય આખરી રહેશે.
૪૨) અ.મ્યુ.કો.દ્વારા વખતોવખત દૈનિક વર્તમાન પત્રોમાં ફોર્મ ભરવાની અંતિમ તારીખ જાહેર કરવામાં આવશે.જે મુજબ અંતિમ તારીખ પુર્ણ થાય પછી ફોર્મ સ્વીકારવામાં આવશે નહી.જેની નોંધ લેવી.
૪૩) જે આવાસોની અરજી આવ્યા બાદ પણ જો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ને આવા આવાસોની જરૂરિયાત હશે તો તેવા આવાસો ડ્રો કરતા સમયે રદ બાતલ કરવામાં આવશે અને આવા અરજદારોને તેમના નાણાં પરત કરવામાં આવશે.

હું મારા ધર્મની સોગંદ ખાઇને આ એકરાર કરૂં છું કે, - મેં અરજી ફોર્મમાં જણાવેલ તમામે તમામ માહિતી સાચી રીતે ભરી છે. ફોર્મમાં જણાવેલ સૂચનાઓ તથા માહિતી મેં સમજપૂર્વક વાંચી છે અને ફોર્મ સમજી વિચારીને ભરેલ છે અને ફોર્મમાં જણાવેલ સૂચનાઓ તથા શરતો મને સંપૂર્ણપણે કબૂલ મંજૂર છે. જે મને સદૈવ બંધનકર્તા રહેશે.

અરજદારની સહી